ગતરોજ સાંજે પરશુરામધામ ખાતે મોરબી ખાતે નવનિર્મિત સંત કુટીર અને ચબૂતરા નું લોકાર્પણ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેઓએ સમાજને એક થવા માટે સલાહ સૂચન આપ્યા હતા તેમજ એકતાની શું તાકાત હોય છે તે વિશે પણ ચર્ચા કરી હતી અને અગાઉ મોરબી પરશુરામ ધામ ની મુલાકાત સંસ્મરણો વાગોળ્યા હતા.
તેમજ આ તકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ ઉપસ્થિત રહેલા અને પરશુંરામ ધામ મોરબીને રૂપિયા ૧,૧૧,૦૦૦નુ અનુદાન પણ આપવામાં આવ્યું હતું ,સાથે સમસ્ત બ્રહ્મસમાજ,પરશુરામ યુવા ગ્રુપ,તાલુકા બ્રહ્મસમાજ, મહિલા મંડળ શહેર અને જિલ્લા ના હોદેદારો પણ હાજર રહ્યા હતા,કાર્યક્રમ નું સંચાલન રવિન્દ્ર ભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, સમગ્ર કાર્યક્રમમાં પરશુરામ ધામ ના પ્રમુખ ભુપત ભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતા નિરજભાઈ ભટ્ટ અને ચિંતનભાઈ ભટ્ટ,,અને મુકેશભાઈ જાની દિનેશભાઈ પંડ્યા તેમજ કિશનભાઇ ઉપાધ્યાય, ડો.બી કે લેહરું,કેયુર ભાઈ પંડ્યા,કિશોરભાઈ શુક્લ,અમૂલભાઇ જોષી,કૌશિકભાઈ વ્યાસ અને મહિલા પાંખના હોદેદારો સભ્યો સહિત બહોળી સંખ્યામાં ભૂદેવો હાજર રહ્યા હતા.