મોરબી જીલ્લા પોલીસ દ્વારા કલેક્ટરના જાહેરનામા મુજબ પરપ્રાંતિય મકાનમાં ભાડુયાત, સ્પામાં કામ કરતા કર્મચારી, બાંધકામ સાઇટ તથા સીરામીક કારખાનાના શ્રમિકોના આઈડી કાર્ડ તથા સંપૂર્ણ વિગતોનું મોરબી એસ્સુર્ડ એપમાં રજિસ્ટ્રેશન ન કરનારાઓ વિરુદ્ધ ગુનો નોંધવાના ચાલતા અભિયાન અંતર્ગત તાલુકાના ટીંબડી અને સાપર ગામે આવેલ બે અલગ અલગ સ્પા પાર્લરમાં તપાસ હાથ ધરતા સ્પામાં કામ કરતી મહિલા કર્મચારીઓના આઈડી તથા કર્મચારીની વિગતો મોરબી એસ્સુર્ડમાં અપલોડ ન કરનાર બંને સ્પા-સંચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં સાપર ગામે પાવડીયારી કેનાલ બાજુમાં આવેલ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ ડ્રીમ્સ સ્પા મસાજ પાર્લરના સંચાલક પાર્થભાઇ અશ્ર્વીનભાઇ મોરી ઉવ.૨૧ રહે.મોરબી વાવડી રોડ રોયલપાર્કવાળાએ ડ્રીમ્સ સ્પા મસાજ પાર્લરમાં તેમજ ટીંબડી ગામે ઓરબીટ-૨ કોમ્પ્લેક્ષના બીજા માળે આવેલ સિસો થાઈ સ્પા મસાજ પાર્લરના સંચાલક મૂળ ત્રિપુરા રાજ્યનો વતની હાલ સિસો થાઇ સ્પા મસાજ પાર્લરમાં રહેતો બ્રીકલીન્ટન ગંગાપ્રાસાદ રિયાંગ ઉવ.૩૦ ઉપરોક્ત બંને સ્પા સંચાલકોએ સ્પા મસાજ પાર્લરમાં પરપ્રાંતિય મહિલા વર્કરને કામ ઉપર રાખી તેની વિગતો મોરબી એસ્સુર્ડ એપ્પમાં અપલોડ ન કરી હોય તેમજ તેના જરૂરી આઈડી પુરાવા સાથે નજીકના પોલીસ મથકમાં કે સ્થાનિક કચેરીમાં વિગતો રાજુ ન કરેલ હોય જેથી બંને વિરુદ્ધ કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરવામાં આવી છે.