મોરબી: પરજીયા રાજગોર બ્રહ્મસમાજ-મોરબી સમાજ દ્વારા આગામી તારીખ ૨૪/૦૯/૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, નવલખી ફાટક પાસે, મોરબી-૧ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં પરજીયા રાજગોર બ્રહ્મસમાજ-મોરબી ના ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજ ના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સાથે રાસ-ગરબા નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજનમાં પ્રેરક ઉપસ્થિતિમાં સાંઈબાબા મંદિર, રણછોડ નગર મહંત બબા મહારાજ(ગોવિંદભાઈ), પરશુરામ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા તથા સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટ પૂર્વ પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા તથા પરજીયા રાજગોર બ્રહ્મસમાજ-મોરબી ના વડીલો સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિજનો ને પધારવા પરજીયા રાજગોર બ્રહ્મસમાજ-મોરબી પ્રમુખ યાજ્ઞિકભાઈ દિલીપભાઈ ગામોટ, ઉપપ્રમુખ હિતેષભાઈ મનહરલાલ પંડ્યા, વસંતભાઈ દેવાભાઈ સુમડ, મહામંત્રી અરવિંદભાઈ દેવેન્દ્રપ્રસાદ પંડ્યા તેમજ ખજાનચી સિધ્ધાર્થભાઈ ભગવાનજી ચાઉં દ્રારા આમંત્રણ પાઠવાયું છે.