Sunday, September 8, 2024
HomeGujaratમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમારંભ

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે. જે સન્માન સમારોહ મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે આવેલ કેશવ બેન્કવેટ હોલ ખાતે તા. 28/07/2024 ને રવિવારના બપોરે 03:00 કલાકે આયોજન કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ઉત્કર્ષથી સંગઠન અને સર્વાંગી વિકાસના ઉચ્ચતમ આયામો હાંસલ કરવાના શુભ આશયથી છેલ્લા 52 વર્ષ થી નિરંતર ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિધાર્થી ભાઈ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને વિવિધ પુરસ્કારો, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ તા. 28/07/2024 ને રવિવારના બપોરે 03:00 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ ખાતે આવેલ કેશવ બેન્કવેટ હોલ આયોજન કરાયો છે. જે કાર્યક્રમના અઘ્યક્ષ તરીકે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે બળવંતસિંહજી રાજપૂત કેબીનેટ મંત્રી, ઉદ્યોગ, નાગરીક ઉડ્ડયન – ગુજરાત રાજય, મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઓફ વાંકાનેર સાંસદ રાજ્યસભા, વિશેષ ઉપસ્થિત મહેમાન તરીકે આઈ. કે. જાડેજા પૂર્વ કેબીનેટ મંત્રી – ગુજરાત રાજય, કિરીટસિંહજી જીતુભા રાણા ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી – ગુજરાત રાજય, ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા પૂર્વ મંત્રી – ગુજરાત રાજ્ય, વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા ધારાસભ્ય – રાપર (કચ્છ), પ્રધ્યુમનસિંહજી મહીપતસિંહજી જાડેજા ધારાસભ્યશ્રી – અબડાસા (કચ્છ) રિવાબા રવિન્દ્રસિંહજી જાડેજા ધારાસભ્ય જામનગર પશ્ચિમ, અશોકસિંહજી તખ્તસિંહજી પરમાર પૂર્વ નાયબ સચીવ ગાંધીનગર, દિગ્વિજયસિંહજી ડી.જાડેજા કલેક્ટર- ગીર સોમનાથ, ડો. રાજદિપસિંહજી ઝાલા એસ.પી. – પંચમહાલ, મનહરસિંહજી જાડેજા એસ.પી.- ગીર સોમનાથ અને પ્રતિપાલસિંહજી ઝાલા ડી.વાય.એસ.પી. – મોરબી ઉપસ્થિત રહેશે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!