મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસદ, માજી મંત્રી, ધારાસભ્ય સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા.ર૭.૦૭.૨૦૨૫ ને રવિવારના રોજ બપોરે ૩.૦૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમારોહનું મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહાવીરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમારોહને લઇ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શિક્ષણ ઉત્કર્ષથી સંગઠન અને સર્વાંગી વિકાસના ઉચ્ચતમ આયામો હાંસલ કરવાના શુભ આશયથી છેલ્લા ૫૩ વર્ષથી નિરંતર યોજાતો ઘોરણ ૫ થી અનુસ્નાતક કક્ષા તેમજ વિવિધક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર મોરબી જીલ્લા રાજપૂત સમાજના વિધાર્થી ભાઈ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિન્હ અર્પણ કરવાનો વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા સમાજના લોકોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.