Friday, January 10, 2025
HomeGujaratમોરબીના જુના ઘુંટુ રોડ ઉપર પોલીસ વાનને ટક્કર મારી બોલેરો રેઢી મુકી...

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર પોલીસ વાનને ટક્કર મારી બોલેરો રેઢી મુકી સરદારજી ટોળી ફરાર

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ સરકાર તરફ ખુદ ફરિયાદી બનીને આરોપીઓ બોલેરો નં. જીજે-૦૪-વાય-૧૦૯૬ના ચાલક તથા તેમા બેસેલ સરદારજી જેવા નવેક જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તા. ૧૮ ના રોજ એંજલ સીરામીકની બાજુમા જુના ઘુંટુ રોડ ઉપર બી ડિવિઝન પોલીસ સ્ટાફ પોતાની ફરજના ભાગરૂપે પેટ્રોલીંગમા હોય અને આરોપીઓ પોતાની બોલેરો ગાડી લઈને નીકળતા પોલીસે રોકવાનો ઇશારો કરવા છતા નહીં રોકી પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી તેમજ પોતાનું વાહન પુરઝડપે ચલાવી સરકારી વાહનમા પોતાની ગાડી ભટકાડી નુક્શાન કરી નાશી જતા પોલીસે પીછો કરતા જુના ઢુંવા ગામે પોતાનુ વાહન મુકી નાસી ગયા હતા. મોરબી બી ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!