Wednesday, January 8, 2025
HomeGujaratટંકારાની સજનપર ગ્રામ પંચાયતના સરપંચે આપ્યું રાજીનામુ

ટંકારાની સજનપર ગ્રામ પંચાયતના સરપંચે આપ્યું રાજીનામુ

સજનપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આપવામાં આવેલ રાજીનામુ તાલુકા પંચાયત કચેરી – ટંકારા દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. તેમજ સરપંચ સજનપરનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સિણોજીયાને સોંપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સજનપર ગ્રામ પંચાયતના સરપંચ જાદવ રીના પ્રેમજીભાઈ દ્વારા ગત તા.૦૩/૧૧/૨૦૨૩નાં રોજ પોતાના લેખિત રાજીનામા અંગેનો પત્ર ટંકારા તાલુકા પંચયતમાં રજુ કર્યો હતો. જે લેખિત રાજીનામા પત્રમાં સરપંચની સહીની ચકાસણી કરવામાં આવેલ હતી. તે મુજબ પંચાયત ધારાની કલમ ૫૪(૧)(ક) હેઠળ સંરપંચનું રાજીનામું મંજુર કરવાની સત્તા તાલુકા પંચાયતને હોવાથી તાલુકા પંચાયતની સામાન્ય સભાએ આ અધીકારો તાલુકા વિકાસ અધિકારીને આપેલ હતા. જેથી તેઓને મળેલ સત્તાની રૂએ સજનપર ગ્રામ પંચાયતનાં સરપંચ જાદવ રીના પ્રેમજીભાઈનું રાજીનામું મંજુર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે તથા સરપંચ સજનપરનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સિણોજીયાને સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે.જેઓએ ગ્રામ પંચાયત સજનપરનો સરપંચ તરીકેનો ચાર્જ તાત્કાલિક અસરથી સંભાળી લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!