વાંકાનેર તાલુકાની સતાપર ગામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે સરપંચે પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને તેમના પતિના નામે તેમજ સાવકા દીકરાના નામે વાઉચર બનાવીને નાણાંનું ચુકવવું કર્યા નું ધ્યાને આવતા મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ની જાડેજાએ સતાપર ગામ પંચાયતના સરપંચને હોદ્દા ઉપરથી દૂર કર્યા છે..
મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદીયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઈ ગણતરીના નામે ચાર કામોના તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણદીએ ના નામે કુલ પાંચ કામો ના વાઉચર બનાવીને તેનું ચુકવણું કર્યું હતું જે બાબત જિલ્લા વિકાસ અધિકારી ને ધ્યાને આવતા સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી લોહીના સંબંધ ધરાવતા પતિ તેમાં સાવકા દીકરાને નાણા નો ચુકવણું કરીને પોતાનું નાણાકીય હિત કર્યું હતું. ફરજ બજાવામાં દુરુ વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી મોરબી દિગ્વિજયસિંહ જાડેજાએ સત્તાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સરપંચના હોદ્દા ઉપરથી દૂર કર્યા છે.