માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામના અરજદારોએ મીઠાના ઉત્પાદન માટે કરેલી અરજીઓને ધ્યાને લઇ તેઓને રોજીરોટી મેળી રહે તે માટે જમીનની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે બગસરા ગામના સરપંચ ગોરી બેન નાગજીભાઈ પીપળીયાએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.
ગોરીબેને કરેલી રજુઆતમાં જણાવ્યું કે, બગસરાના 31 જેટલા અરજદારોએ મીઠા ઉત્પાદન માટે 10 એકર જમીનની માંગણી કરી અંગે અરજી કરી છે. જેની માપણી કરી તાત્કાલિક ધોરણ હુકમ કરવા માટે માગ કરાઈ છે. મીઠનું ઉત્પાદન કરી સ્થાનિકોને મળતી રોજગારીના ધ્યેયને અગ્રતા આપવા રજૂઆત કરાઈ છે. મહાકાય કંપનીઓ તથા બહારના અરજદારો ની માંગણીઓ રદ કરી સ્થાનિક લોકોના ઉધ્ધાર માટે તેઓની માંગણી સ્વીકારી જમીન આપવામાં આવે તેવી અંતમાં રજુઆત કરાઈ હતી.