Thursday, August 14, 2025
HomeGujaratમાળીયાના મોટીબરાર ગામના સરપંચ, ઉપસરપંચ તથા તલાટી કમ મંત્રીને છેતરપિંડી કેસમાં છ...

માળીયાના મોટીબરાર ગામના સરપંચ, ઉપસરપંચ તથા તલાટી કમ મંત્રીને છેતરપિંડી કેસમાં છ માસની સજા ફટકારાઇ

માળીયા તાલુકાના મોટીબરારના સરપંચ, ઉપસરપંચ તથા તલાટી કમ મંત્રી દ્વારા અનુસુચિત જનજાતિ દલિતવાસમાં સી.સી. રોડ બનાવવા આપેલ ગ્રાન્ડ બરોબર ચાઉં કરી જવામાં આવતા સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ કેસમાં આજ રોજ માળીયા મીં. કોર્ટ દ્વારા આરોપીઓને છ માસની સજા તથા 10-10 હજારનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -
- Advertisement -

વર્ષ ૨૦૧૧ માં માળીયા તાલુકાની મોટી બરાર ગ્રામ પંચાયતના હેડમાં અનુસુચિત જનજાતિ દલિતવાસમાં સી.સી. રોડ બનાવવા સરકાર દ્વારા ગ્રંજ મંજુર કરવામાં આવી હતી. જે ગ્રાન્ટ મોટી બરાર ગ્રામ પંચાયતના સરપંચ કાનજીભાઈ વશરામભાઇ ડાંગર તથા ઉપસરપંચ ફતુભા જશુભા જાડેજાને સોંપવામાં આવી હતી. અને આ સી.સી. રોડની કામગીરી પર દેખરેખ રાખવાની જવાબદારી તલાટી કમ મંત્રી અજીતભાઇ અંબારીયાને સોંપવામાં આવી હતી. ત્યારે આ સી.સી. રોડ બનાવવા માટે ત્રણેય આરોપીઓ દ્વારા ફરિયાદી કોન્ટ્રાક્ટર મુન્સી ભુરાલાલને રક્ત ખાતામાં જમા થાય ત્યારે તરત જ આપી દેવા વાયદો કર્યો હતો. જેથી મુન્સી ભુરાલાલે આ સી.સી. રોડ બનાવી આપ્યો હતો. પરંતુ ત્રણેય આરોપીઓ પાસેથી લેણી રકમ માંગતા કોન્ટ્રાક્ટરને ત્રણેય આરોપીઓએ લેણી રકમ ના આપી પંચાયત રોજમેળમાં ખોટી એન્ટ્રી બતાવી, ખોટા વાઉચર બનાવી કોન્ટ્રાક્ટરને રકમ આપી દીધું હોવાનું દેખાડી રૂ.૨૨,૭૭૫/- બરોબર ચાઉં કરી જતા સમગ્ર મામલે મુન્સી ભુરાલાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને આ કેસ કોર્ટમાં ચાલી જતા ગઈકાલે માળીયા-મીંયાણાનાં જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અર્જુનસિંહ દ્વારા ફરિયાદી પક્ષના વકીલની દલીલોને માન્ય રાખી ત્રણેય આરોપીઓ કાનજીભાઈ વશરામભાઇ ડાંગર, ફતુભા જશુભા જાડેજા તથા અજીતભાઇ અંબારીયાને કાસુરવાન ઠરાવી ત્રણેય આરોપીઓને 10-10 હાજરનો દંડ અને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!