Friday, March 29, 2024
HomeGujaratટંકારા તાલુકાની ગ્રામ પંચાયતમાં આગામી ૧૭ તારીખે સરપંચો ચાર્જ સંભાળશે

ટંકારા તાલુકાની ગ્રામ પંચાયતમાં આગામી ૧૭ તારીખે સરપંચો ચાર્જ સંભાળશે

ગત વર્ષના અંતે યોજાયેલી ગામ પંચાયતની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો આગામી ૧૭ જાન્યુઆરીથી હોદો સંભાળશે અને રાબેતા મુજબ હોદ્દાની રૂએ પ્રથમ ઉપસરપંચ માટે ચુનાવ કરી નવી બોડી ગામનો વિકાસ વેગવંતો કરશે. ટંકારા શહેરની વાત કરી તો અહી ઉપસરપંચ માટે ભારે રસાકસી જોવા મળે છે કુલ અહી ૧૪ બેઠકો માથી સરપંચ તરફી પેનલ ને ૬ સભ્યો ચુટયા છે અને સામા પક્ષે ૭ સભ્યો ત્યારે ૧ અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા બાદ તેને એની તરફ લાવવા માટે ભારે સંઘર્ષ થઈ રહો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા ગ્રામ પંચાયત વૉર્ડ નંબર બેના અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાએ કોઈપણ પેનલમાં જોડાયા વગર કુનેહ પુર્વક,અટપટો સર્જી જીત તો મેળવી છે પરંતુ બે બળિયા જુથ ઉપસરપંચ બનવાના ધમાસાણ યુદ્ધમાં માં એકમાત્ર અપક્ષ ઉમેદવાર નિર્ણાયક હોય ઉપસરપંચનુ સુકાન સંભાળવા બંને પક્ષે થનગનાટ કરી અપક્ષ ઉમેદવારને સમજાવટ નો દોર હવે વેગ પકડી રહ્યો છે.પરંતુ નવાઈની વાત એ છે કે અપક્ષ ઉમેદવાર એકદમ અડગ રહી મગનું નામ મરી પાડતા ન હોય બન્ને પક્ષે ભારે ખેંચતાણ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ટંકારાની મીટ અપક્ષ ઉમેદવાર પર મંડરાયેલી છે ત્યારે સમય સમયનું કામ કરશે પરંતુ હાલમાં ટંકારાના રાજકારણમાં કડકડતી ઠંડીમાં એકદમ ગરમાવો આવી ગયો છે અને અમારા સુત્રોએ જણાવ્યા મુજબ આગામી સોમવારે નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!