Wednesday, November 6, 2024
HomeGujarat12 વર્ષથી ફરાર લૂંટના આરોપીને અમદાવાદ ખાતેથી દબોચી લેતી મોરબી પેરોલ ફર્લો...

12 વર્ષથી ફરાર લૂંટના આરોપીને અમદાવાદ ખાતેથી દબોચી લેતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં છેલ્લા ૧૨ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા સાંપડી છે. પોલીસે બાતમી આધારે આરોપીને અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશન સામેથી પકડી પાડી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં ગંભીર ગુન્હાને અંજામ આપી પોલીસ પકડથી દૂર રહેલ આરોપીઓને ઝડપી લેવા મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જહેમતશીલ હતી ત્યારે બાતમી આધારે મોરબી તાલુકા પોસ્ટે . ફ.ગુ.ર.નં ૧૨૯/૨૦૦૯ આઇ.પી.સી. કલમ ૩૯૫,૪૪૮,૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ (લૂંટના ગુન્હા)ને અંજામ આપી 12 વર્ષથી ફરાર આરોપી માંગીયા પાંગાભાઇ મેડાઆદીવાશી (ઉ.વ .૫૦ રહે.ભાંડાખેડા થાણા રાણાપુર તાજી.જાંબુઆ (એમ.પી.) ને આજે અમદાવાદ રાણીપ પોલીસ સ્ટેશન સામેથી દબોચી લીધો હતો. પોલીસે આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપો છે.

આ કમગીરી ઉચ્ચ અધિકારીઓ સૂચના અને માર્ગદર્શનથી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી , એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ કૌશીકભાઇ મારવાણીયા તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા સહદેવસિંહ જાડેજા , જયેશભાઇ વાઘેલા, તથા કોન્સ્ટેબલ બ્રિજેશભાઇ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, સતિષભાઇ કાંજીયા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!