સરકાર દ્વારા લોકોની સુવિધામાં વધારો કરવા તેમજ વિકાસ કાર્યો કરવા વિવિધ વિભાગો અથવા સંસ્થાઓને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ અમુક તત્વો સરકાર દ્વારા આપવામાં આવતી આ ગ્રાન્ટનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરી લોકોને વિવિધ લાભોથી વંચિત રાખતા હોય છે. ત્યારે આવી જ એક ફરિયાદ મોરબીના ચરાડવા ગામ ખાતેથી ઉઠવા પામી છે. જેમાં સરપંચ દ્વારા જ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ચરાડવા પ્રાથમિક શાળાની ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ચરાડવા ગ્રામ પંચાયતના સરપંચ જોમીબેન મુન્નાભાઈ સાનિયાએ જિલ્લા વિકાસ અધિકારીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, ચરાડવા પ્રાથમિક શાળાની પૂરતી સુવિધા માટે જિલ્લા પંચાયત શિક્ષણ શાખા દ્વારા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે બાબતે ગામના જાગૃત નાગરિકો દ્વારા તપાસ કરવામાં આવતા ચરાડવા ગામની એક પણ શાળામાં આ ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.અને લાગતા વળગતા આગેવાનો કે અધિકારીઓ દ્વારા ગામથી દૂર એક કિલો મીટર એ તથા બાળકો જઈ ના શકે તેવી જગ્યાએ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રાએ બનાવેલ છે. અને ચાર લાખના સાધન પણ નથી.તે મુજબ સરકાર દ્વારા જે હેતુ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોય તે હેતુ માટે જ નાણાં નો ઉપયોગ કરાવી જોઈએ જે ન થયેલ હોય તેથી તેની યોગ્ય તાપસ હાથ ધરવામાં આવે તેવી શાળા અને વિદ્યાર્થી તથા ગામના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.