દલિત પરિવારની ચાર દિકરી અને દિકરાના ધામધૂમથી લગ્ન લેવાયા જેમાં સંત દામજી ભગત,અવધ કિશોરજી,પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આશીર્વચન પાઠવ્યા
મોરબીનું એન્સ્ટોપેબલ વોરિયર્સ અનેકવિધ સેવાકાર્ય માટે જાણીતું છે,બહેનોને રોજગારલક્ષી તાલીમ આપી પગભર કરવા,તહેવારોની ઉજવણી ગરીબ બાળકો સાથે રહી વિશિષ્ટ રીતે કરવી, વૃદ્ધાશ્રમના વડીલોની જરૂરિયાતો પૂરી કરવી,ગરીબ દિકરીઓને સેન્ટરી નેપકીન પુરા પાડવા,ભૂખ્યા જનોની જઠરાગ્ની તૃપ્ત કરવી વગેરે જેવા કાર્યોની સાથે પહેલી વખત રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે જરૂરિયાત મંદ ચાર દીકરીઓ મોરબી રહેવાસી ભાવેશ્વરી અરજણભાઈ પરમારના લગ્ન બહાદુરગઢ નિવાસી અજીત બચુભાઈ ગોહેલ સાથે જેતપર નિવાસી રેખાબેન મનસુખભાઈ પરમારના લગ્ન લાલપરના કેતન દિનેશભાઈ સોલંકી સાથે જેતપર નિવાસી ગીતાબેન ડાયાભાઈ પરમારના લગ્ન લક્ષમીનગર નિવાસી દીપકભાઈ મોહનભાઈ ભંખોડીયા સાથે તેમજ શકત શનાળા નિવાસી ડિમ્પલબેન શિવાભાઈ રાઠોડના લગ્ન ઘુંનડા (સ) ના વિજયભાઈ રતિલાલ ચૌહાણ સાથે બેન્ડ વાજા ઢોલ ત્રાંસાના તાલે શાસ્ત્રોક્ત વિધિથી સર્વજ્ઞાતિય સમૂહ લગ્નનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું.
જેમાં નવ દંપતિને આશીર્વાદ પાઠવવા સંત દામજી ભગત સંત અવધ કિશોરજી તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણેય મહાનુભાવોએ હેતલબેન આંખજા અને એન્સ્ટોપેબલ વોરિયર્સ સમગ્ર ટીમને આવા સુંદર સેવાકાર્ય કરવા બદલ શુભેચ્છા આપી હતી અને પ્રેરણા પુરી પાડી હતી.