આગમી વિધાનસભાની ચુંટણી માં લોકોનો મિજાજ પક્ષો ના આક્ષેપો પ્રતિઆક્ષેપો ની સાથે સાથે શાસક પક્ષો એ કરેલા કાર્યોના લેખા જોખા જાણવાનો કાર્યક્રમ એટલે ‘સતા નો મહાસંગ્રામ’ આવતીકાલે મોરબીમાં યોજાવા જઈ રહ્યો છે.
જેમાં આવતી કાલે તા. ૨૨/૦૯/૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૦૭:૦૦ વાગ્યે મોરબી ના રવાપર ઘુનડા રોડ પર રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાવા જઇ રહ્યો છે જેમાં NEWS 18 ગુજરાતી ચેનલ ના પ્રખ્યાત એંકર સંધ્યા પંચાલ દ્વારા દરેક પક્ષ ના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને ભાજપ અને કોંગ્રેસના આગેવાનો ને આ કાર્યક્રમમાં હાજરી આપી પોતાની વાત રાખવા માટે હાજરી આપવા જણાવાયું છે સાથે જ આ કાર્યક્રમ ન્યુઝ 18 ગુજરાતી નાં માધ્યમ થી તમામ દર્શકો GTPL પર LIVE નિહાળી શકશો.









