Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જલારામ મંદિર ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક

મોરબી જલારામ મંદિર ખાતે યોજાશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનુ આયોજન રાષ્ટ્રીય અને રાજયના નેતાઓની ઉપસ્થિતિમા મોરબી જલારામ મંદિર ખાતે આગામી રવિવારે કરવામાં આવનાર છે. જેમાં અધ્યક્ષ સ્થાને ડો. પ્રવિણભાઈ તોગડીયા ઉપસ્થિત રહેશે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, તાજેતરમાં બિહારના પટના ખાતે મળેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કેન્દ્રીય બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જે અંતર્ગત આગામી રવિવારે તા.૨૩-૭-૨૦૨૩ ના રોજ મોરબી જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાશે. જેમાં હિન્દુ હ્રદય સમ્રાટ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારી અધ્યક્ષ બકુલભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જે પ્રાંત બેઠક સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી યોજાશે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના વિવિધ વિભાગ, જીલ્લા તથા તાલુકાના સક્રિય પદાધિકારીઓને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જે.જી.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શશીકાંતભાઈ પટેલ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી નિર્મલસિંહ ખુમાણે જણાવ્યુ છે. તેમજ પ્રાંત બેઠક ને સફળ બનાવવા મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, શહેર મંત્રી નિર્મિતભાઈ કક્કડ, કૌશલભાઈ જાની સહીતના પદાધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!