સૌરાષ્ટ્રના તપોભૂમિ સમાન ગિરનારના આંગણે પુષ્ટિસંરકારથામ, વડાલ – કાથરોટા રોડ, વડાલ જુનાગઢ ખાતે સમસ્ત સનાતન ધર્મના સંતો અને આગેવાનોનું વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંમેલન આગામી 23 જૂન 2024 ને રવિવારના દિવસે સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી યોજવામાં આવશે.
સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંમેલનનું આયોજન આગામી તા. 23 જૂન 2024 ને રવિવારના રોજ ગિરનારના આંગણે પુષ્ટિસંરકારથામ, કાથરોટા રોડ, વડાલ જુનાગઢ ખાતે કરવામાં આવ્યું છે. જે સંમેલનમાં સમસ્ત સંતગણો અને વૈષ્ણવ આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહેશે. ભગવાન શ્રીકૃષ્ણ અને સનાતન ધર્મના આચાર્યો વિરુદ્ધ અપમાનજનક મહારાજ મૂવી જે હાલમાં પ્રસિદ્ધ થવાની હોય તો તેના વિરોધમાં અને આવા દરેક કૃત્યોથી સનાતન ધર્મની આગળ સમયમાં પણ કેવી રીતે રક્ષા થઈ શકે તેની ચર્ચા માટે સંમેલન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમસ્ત નિષ્ઠાવાન સનાતન ધર્મના લોકો તેમજ બધા વૈષ્ણવોને સંમેલનમાં અવશ્ય ઉપસ્થિત રહેવા જૂનાગઢ મોટી હવેલી – પિયુષબાવાશ્રી અને શ્રી વ્રજવલ્લભબાવાશ્રી, પૃષ્ટિસંસ્કારધામ જૂનાગઢ – સૌરાષ્ટ્ર સનાતન સ્વાભિમાન સંમેલન અને જૂનાગઢ ક્ષેત્રેના સંતો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જે સંમેલનમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ધોરાજી, અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર પંથકના સંતો મહંતો ઉપસ્થિત રહેશે….