મોરબીમાં પ્રિ-વાઇબ્રન્ટના ભાગરૂપે મોરબી આઈ.ટી.આઈ. ખાતે આગામી ૭ થી ૮ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર ઝોન રાજકોટ વિભાગ આઇટીઆઈની પ્રોજેક્ટ મોડલ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિ રહેશે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ રાજકોટ ખાતે આગામી ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. આ કાર્યક્રમના ભાગરૂપે રાજકોટ (સૌરાષ્ટ્ર કચ્છ રિજીયન) ની તમામ આઈટીઆઈમાંથી પસંદગી પામેલ પ્રોજેક્ટ/મોડેલની સ્પર્ધા યોજાનાર છે. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ/મોડેલનું પ્રદર્શન કરવામાં આવશે. જેથી મોરબીના ટેકનોલોજી ક્ષેત્રે કંઈક નવું શીખવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને જીલ્લાવાસીઓ માટે સુવર્ણ તક છે જેથી સ્પર્ધા અને પ્રદર્શનો નિહાળવા ઉપસ્થિત રહેવા સર્વે મોરબીવાસીઓને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.









