મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓએ હાજર રહી વિવિધ મુદ્દે વિધાર્થીઓને સલાહસૂચન અને સમજ આપવામાં આવી હતી.
મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ ખાતે ગત તા. 22 ડિસેમ્બરના રોજ બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી કચેરીમાં ફરજ બજાવતા રાજદીપ ભાઈ પરમાર દ્વારા સ્વાગત ભાષણ આપ્યું હતું. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરી મોરબીમાં ફરજ બજાવતા મયુરભાઈ સોલંકીએ સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે સમજાવ્યું હતું. ત્યારબાદ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મોરબીના પી.એચ લગધીરકા દ્વારા મહેમાનો અને મેડિકલ એન્ડ પેરા મેડિકલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો બેટી પઢાવો વિશે સમજાવ્યું હતું. જેમાં સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું, કોઈ પ્રોબ્લેમ માંથી કેવી રીતે બહાર આવવું, 118 હેલ્પલાઇન નંબર વિશે સમજાવ્યું, તેમજ મહિલા પોલીસનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ કોલેજના ટ્રસ્ટી ડોક્ટર મિલન વ્યાસ દ્વારા કાર્યક્રમને સમાપન આભાર વિધિ સાથે પૂરું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી બહેનોને કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરવું તે સમજાવવાનો હતો.









