મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહ્યો છે. મોરબીના બે ઈસમોએ કિષ્ના હોટેલ પાસે કંડલા બાયપાસ પાસેથી એક શખ્સને જીગ્નેશભાઇ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ આપતો નથી તેમ કહી અપહરણ કરી લઈ બે ઈસમોએ ઢોર માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સ્કાયમોલની સામે ભારતનગર શનાળા રોડ ખાતે રહેતા તનભાઇ કાન્તીલાલભાઇ બજાણીયા નામના યુવકને યોગેશ કાસુન્દ્રા તથા રઘો મેરજા એમ બંનેનાએ કહેલ કે “જીગ્નેશભાઇ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ આપતો નથી” તેમ કહી મોટર સાયકલ ઉપર બળજબરીથી બેસાડી અપહરણ કરી ફલેટમા ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢીકા પાટુ તથા ધોકા વડે માર મારી યોગેશે માથાના ભાગે તેમજ શરીરના ભાગે મુંઢ ઇજા કરી તેમજ ધોકા વડે જમણા હાથની ત્રીજા આંગળીના પોચાના ભાગે ફેકચર કરી તેમજ રઘો મેરજાએ શરીરે તેમજ પગના ભાગે ધોકા વડે માર મારી મુંઢ ઇજાઓ કરતા સમગ્ર મામલે યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.