આજરોજ મોરબી જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં માધાપર ગામના ખેડૂતની જમીન હડપી જવા ફ્રોડ કરવામાં આવ્યું છે તે બાબતે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.મોરબીમાં ખોટા કાગળો ઊભા કરી વધુ એક જમીન કૌભાંડ આચરાયું હોય જેની તપાસ કરવા રજૂઆત કરાઈ છે.
મોરબી જિલ્લા સંકલન બેઠકમાં માધપર સર્વે નંબરની કિમતી જમીન માં ખોટા કાગળોને આધારે કૌભાંડ થયું હોવાની મોરબીના ધારાસભ્ય દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.ત્યારે જમીનમાં કૌભાંડ આચરનારે ખોટા સરકારી કાગળો ઉભા કરી મોરબીના માધાપર ની કિંમતી જમીન અન્યના નામે કરવા પ્રયાસ કરાયો છે. ત્યારે અરજદારે રજૂઆત કરતા જણાવ્યું કે માધાપર ગામના રેવન્યુ સર્વે નંબર 1349, 207/7 વાળી અરજદારોની ખેતીની જમીન આવેલી છે. જે જમીન તેના દાદા મલાભાઈ દેવજીભાઈ નામની હતી. જેમાં ફ્રોડ આચરનારે મલાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવા (માવજી ભાઈ ) દેવજીભાઈનો મોરબી નગર પાલિકામાંથી એક જ મરણનો એક જ ક્રમાંક વાળો મરણનો દાખલો બનાવી વડીલો પાર્જીત જમીનમાં 9913 નંબરની નોંધ નાખી માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો હતો. જેનો વાંધો લેતા તે રદ થઈ ગઈ હતી. ત્યાર બાદ થોડા સમય પછી 17807 વારસાઈ નાખતા પ્રમાણિત પણ થઈ ગઈ છે. જે તે સમયે ઓનલાઈન પ્રક્રિયા ન હોવાથી અજરદારોને ખબર પણ પડી ન હતી. ત્યાર બાદ ફ્રોડ કરનાર કોર્ટે જતાં સમગ્ર બનાવ સામે આવ્યો હતો. જેને આજરોજ ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્યએ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેકટરને જમીન કૌભાંડ કરનાર સામે યોગ્ય કાર્યવાહિ કરવા રજુઆત કરી છે.