મોરબીમાં પત્રકાર રાજકીય આગેવાન અને બિલ્ડર મળી ૯૩ કરોડની જમીન કોભાંડ છતું ના થવા દેવા વહીવટ કર્યો હોવાની ચર્ચા : અમદાવાદ ખાતે પહોંચી ગઈ રકમ મોરબી ના પત્રકારે માંગી જાહેરાત પેટે તોડ ની રકમ…? લોકોમાં ચર્ચાનો માહોલ ગરમ
મોરબીમાં રાજકીય આગેવાન પોલીસ અને પત્રકારો ની સિન્ડીકેટ વર્ષોથી અસ્તિત્વ માં રહેલ છે જેમાં લોકોને સત્ય બતાવવા અરીસો બનતા ચોથી જાગીર જ જ્યારે ગુલામી પ્રથા સ્વીકારી લે છે આવું જ એક જમીન કોભાંડ મોરબીમાં અસ્તિત્વમાં આવી ચૂક્યું છે જેમાં એ કોભાંડ ની ખબર પડતાં એક રાજકારણી ના વહીવટદારે પોતાના અંગત સ્વાર્થ અને માથું ના મારવા અને વિવાદ બહાર ના આવે એ માટે મોટી રકમ નક્કી કરી હતી જો કે જોત જોતા માં આ મોરબી ની સોનાની લગડી જેવી જમીનની વાત મોરબીનાં અમુક સ્થાનિક મીડિયાકર્મીઓ સુધી પણ પહોંચી ગઈ હતી એવા મીડિયાકર્મીઓ કે જે અનેક કોભાંડ છતું કરવાની મોટી મોટી વાતો કરે છે અને લોકોમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા પણ કરે છે આવા મીડિયાકર્મી દ્વારા પણ જે તે પાર્ટીને ફોન કરી આ વિવાદાસ્પદ જમીન કૌભાંડની માહિતી મેળવવા ફોન કરાયો હતો જો કે બાદમાં આ માટે જમીન ના માલિક દ્વારા રૂબરૂ મળવાનું કહેતા લોકચર્ચા માંથી મળતી વિગત અનુસાર મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ પોલીસમથક ની બહાર વહેલી સવારે રૂબરૂ મળી આ મીડિયાકર્મીએ પહેલા તેને સમાચાર સ્વરૂપ ગણાવી માહિતી માંગી હતી જો કે બાદમાં ધીમે ધીમે વાત મૂળ પાટે આવી હતી અને અમને તમે જાહેરાત પણ નથી આપતા તેવું કહેતા જમીન માલિક દ્વારા વાત પૂરી કરી જાહેરાત આપવા જણાવ્યું હતું અને બાદમાં બે દિવસ બાદ એક પેજ ના પાચ આંકડા માં રકમની રૂપિયા નું પેકેજ આપ્યું હતું જો કે આ જાહેરાતના નહિ સમાચાર નહિ છાપવાનું પેકેજ હોવાની ચર્ચાઓ મળી રહી છે જો કે જમીન માલિકે છેલ્લે ત્રણ લાખ આપવા સંમતી દર્શાવી હતી.જેમાં બે દિવસ બાદ ફરીથી સેવા સદન ખાતે છેલ્લી રકમ બે લાખ રોકડ રકમ આપી વાત ની પતાવટ કરી આ મુદ્દો ક્યાંય ચર્ચા ના કરવા જણાવ્યું હતું ત્યારે આ કોભાંડ માં અમદાવાદની એક મોટી બિલ્ડર લોબી હોવાની ચર્ચા પણ જોરશોર થી ચાલી છે જેના દ્વારા મોરબીનાં અમુક લોકોને સાથે રાખી આ સમગ્ર કોભાંડ આચરવામાં આવ્યું હોવાની ચર્ચા પણ જોરશોર થી ચાલી છે અને આ કોભાંડ ખુલ્લું ના પડે એ માટે મોરબીનાં જ રાજકારણીના વહીવટદાર દ્વારા મોટો વહીવટ નક્કી કરવામાં આવ્યો હતો અને રકમ મોટી હોય તેનો સમય આપવામાં આવ્યો હતો જેના પચાસ ટકા રૂપિયા પણ અમદાવાદ ખાતે પહોંચી ગયા હોવાની લોકચર્ચા શરૂ થવા પામી છે એટલું જ નહિ આ વહીવટ માટે સંકલન સમિતિમાં પણ મુદ્દો મોરબીનાં એક રાજકારણી દ્વારા ઉઠવવામાં આવ્યો હતો જેનો પણ આ જમીન કોભાંડ આચરનાર ગૃપને બતાવવામાં આવી હતી અને જો તેઓ તાબે નહિ થાય તો જોયાં જેવી થાય તેવી વાત પણ એક સરકારી વડી કચેરીના નાયબ મામલતદાર દ્વારા જે તે ગ્રુપ સુધી માહિતી પહોંચાડી હતી જો કે બાદમાં આ અધિકારીને રાજકારણીની રહેમ રાહે સારી જગ્યાએ બદલી કરી ઈનામ પણ આપવામાં આવ્યું હોવાની ચર્ચાઓ પણ જાગી છે.હાલ મોરબીમાં રાજકરણ,મીડિયા અને જમીન કોભાંડ કરતા આવા તત્વો અનેક જમીન કોભાંડમાં આ રીતે વહીવટી પ્રકિયા કરી ચૂક્યા હશે જેમાં પણ કોઈ શંકા ને સ્થાન નથી ત્યારે મોરબીની પ્રજાને પણ જાગૃત બની જવું જોઈએ અને આવા ખોટા અને પોતાની જાત ને દૂધે ધોયેલા ગણાવતા અમુક તટસ્થ પત્રકાર ની ઈમેજ ઊભી કરવા માંગતા વ્યક્તિઓ સામે બંડ પોકારવો જોઈએ કેમ કે જ્યાં સત્ય મૌન હોય છે ત્યાંની પ્રજા દુઃખ અને હેરાન થાય છે જેથી આવી લોકચર્ચા આગામી સમયમાં પણ આપની સમક્ષ અમે મૂકતા રહીશું કેમ કે સત્ય લખવું એ અમારી ફિતરત છે અને સામે કોઈ પણ હોય ક્યારેય પાછી પાની કરી નથી અને કરવાના પણ નથી.હાલ આ કરોડોની જમીન કોભાંડ મામલે સરકારી કર્મચારીઓ રાજકીય આગેવાનોમાં અને બિલ્ડર લોબીમાં પણ ભારે ચર્ચા નો માહોલ ઉભો થયો છે.