મોરબી પંથકમાં અનેક આગ લાગવાના બનાવો બાદ આગ ઓલાવવા ઉપયોગમા આવતો બાટલો અનેક જગ્યાએ ફરજિયાત છે. તેમજ જાનમાલને કોઇ નુકસાન ન પહોંચે માટે આવશ્યક પણ છે. ત્યારે મોરબી જીલ્લામાં અનેક બાટલા રિફિલ કરવામાં કાંડ થતું હોવાનું સામે આવ્યું છે અને માત્ર કાગળ પર રિન્યુ કરી બિલનુ ફરફરિયું પકડાવી દેતા હોવાની ગંભીર બાબતો સામે આવી છે. જ્યારે બાટલામાં ગેસ પુરવામા આવતો નથી. અમારા અંગત સૂત્રોએ જણાવ્યું કે હાલે ફટાકડાની સિઝન શરૂ થવાની છે ત્યારે લાઈસન્સ પરમિટ માટે ગેસના બાટલાની રિફિલ પહોચ રજુ કરવી પડે છે. ત્યારે ગેસ રિફિલના નામે કાંડ કરી અનેક દુકાનદાર બિલનુ ફરફરિયું પકડાવી આપતા હોવાનું સામે આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા ફટાકડા પરમિટ માટે આપેલ અગ્નિ શામક યંત્રની તપાસ કરે તો દુધનુ દુધ અને પાણીનું પાણી થઈ જાય…
મોરબી ઉપરાંત રાજ્યમાં લાગેલ આગના બનાવને લઈને તંત્ર દ્વારા સેફ્ટી ના સાધનો રાખવાનું ફરજિયાત કર્યું છે જેના કારણે જાહેર સ્થળોએ દીવાલમાં લટકાવેલા લાલ રંગના બાટલા જોવા મળતાં હશે. આ બાટલા આગ જન્ય બનાવોમાં બચાવ માટે પ્રાથમિક ઉપયોગી થાય છે. મોટા શંકુલો કાર, બસ, હોસ્પિટલ, મંદિર કે અન્ય કોઈ જગ્યાએ ઓચિંતી આગ લાગે ત્યારે તે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાય છે. આ સાધનને ફાયરએકસ્ટીડવિશર કે અગ્નિશામક યંત્ર કહે છે. જે કિલોના માપમાં હોય છે અને એની વપરાશ માટે ચોક્કસ અવધિ પણ હોય છે. ત્યાર બાદ રિફીલ કરાવવો પડે છે. પરંતું હાલ તો રિફિલ નામે માત્ર કાંડ થતો હોય તેવું સામે આવતા અકસ્માત વખતે માત્ર હાથ મલવા શિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહિ. ભુતકાળમાં અનેક બનાવો આગ ના બન્યા છે જે આપને શિખ આપે છે કે ગ્રાહકે પણ પુરતી તકેદારી રાખી બાટલો રિફિલ થયો છે કે નહી ? તેની તપાસ કરવી જોઇએ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે ખાસ ઝુંબેશ ચલાવવી જોઈએ જેથી બોટલો રિફીલ માત્ર કાગળ પર ન થાય.