વાંકાનેરના ઢુંવા માટેલ રોડ પર ટ્રાફિકજામ થઈ જવાથી અનેક વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા માટેલ વિસ્તારમાં સીરામીક એકમો સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલ આવેલ હોવાથી એકા એક ટ્રાફિક સમસ્યા ઉભી થતા કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા.
જેના કારણે દર્શનાર્થી તેમજ રાહદારીઓને હાલાકી પડી હતી તેમજ કલાકો સુધી ટ્રાફીકજામમાં અટવાયા હતા. ટ્રાફિકજામના પગલે પોલીસ જવાનો દ્વારા તુરંત જ ત્યાં પહોંચી ટ્રાફિક ક્લીઅર કરાવવાની તજવીજ હાથધરી હતી.