મોરબી ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે શાળાના 236 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરાયા હતા.
ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે અભ્યાસ કરી રહેલ બાળકોને દાતાઓના સહયોગથી સ્કુલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં કે.જી.થી ધોરણ-૧, ૨ અને ૩ના ૧૧૩ બાળકોને સ્કૂલ બેગ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી દાન કરવામાં આવ્યા હતા.
તેમજ ધોરણ ૪ ના બાળકોને વિનુભાઈ છગનભાઈ સોલંકી તીથવાવાળા (sbi વાકાનેર) તરફથી દાન આપવામાં આવ્યા છે, ધોરણ ૫ ના બાળકોને ટ્રસ્ટના મંત્રી અને શાળાના વહીવટદાર કેશવલાલ રામજીભાઈ ચાવડા તરફથી દાન અપાયું છે, તદુપરાંત ધોરણ ૬, ૭ અને ૮ ના બાળકોને ડોક્ટર પરેશ પારીઆ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શાળાના સુપરવાઇઝર જ્યોતિબેન નાનજીભાઈ ચાવડા, હરેશભાઈ ખેંગારભાઈ બોસિયા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દાન આપવામાં આવ્યું છે. આ પ્રસંગે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને પી.જી પટેલ કોલેજના પ્રમુખ દેવકણભાઈ આદ્રોજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ જે પરમાર, નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર, મંત્રી અને શાળા વહીવટદાર કે.આર.ચાવડા, ટ્રસ્ટના સભ્ય હિતેન્દ્રભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, ડો.પરેશ પારીઆ, સ્વયંસેવક તરીકે રાજુભાઈ ચાવડા તથા શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહી અંદાજિત 236 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવી છે