મોરબીમાં સ્કૂલ વાહન એસોશિયેશન દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ મોરબી RTO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકોએ એસપી,કલેકટર અને ધારાસભ્યને આવેદન પાઠવી કડક કાર્યવાહી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબી તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે મોરબીમાં સ્કૂલ વાહન એસોશિયેશન દ્વારા કલેકટર અને એસપીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તેમજ પોલીસ અને RTOની કડક કાયૅવાહી સામે વિરોધ નોંધાવ્યો છે. નાના વાહનચાલકોને હજારો રૂપિયાનો દંડ કરવામાં આવતા વિરોધ નોંધાવ્યો છે. નવા નિયમો લાગુ પાડવા માટે સમય આપવા માટેની માંગ પણ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. સ્કૂલ વાહન ચાલકો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં કલેકટર કચેરી પહોંચીને રજૂઆત કરી હતી. તેમજ ટેક્સી પાસિંગ માટે શાળા તરફથી તેમના લેટર હેડ પર લેખિતમાં આપવામાં આવ્યું નથી. જે બાબતે મદદ કરવા રજૂઆત કરાઈ છે. તેમજ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે નિયમો પાલન કરવા બંધાયેલા છે પરંતુ ઘર ચલાવવું પણ જરૂરી હોવાથી વાન દીઠ 14 વિદ્યાથીઓને રાખવાની મંજૂરી આપવામાં તેવી માંગ સાથે સ્કૂલ વાહન ચાલકોએ રજૂઆત કરી RTO ની કડક કાર્યવાહિ સામે વિરોધ નોંધાવ્યો હતો.