હળવદમાં મોગલ માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા ફિરોઝ સંધિ નામના શખસ સામે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પર્દાફાશ કરીને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આ ભુવો લોકોને ભ્રમમાં નાખીને માતાજીની ટેક રખાવતો હોવાની વિગતો સામે આવી છે.
મોરબીના હળવદમાં માતાજીના ભુવા તરીકે જાહેરમાં ધુણતા ભુવાનાનો વિજ્ઞાન જાથા અને તેમની ટીમે પર્દાફાશ કર્યો છે, ભુવો 10 વર્ષથી લોકોને દાણા પણ આપતો હતો અને તમારૂ કામ થઈ જશે તેવું કહેતો હતો, તો આ ધતિંગ વિજ્ઞાન જાથાએ ખુલ્લા પાડી દીધા છે, જાહેરમાં ધુણતો હોય ભુવો તેવા વીડિયો પણ વાયરલ થયા છે, ફિરોઝ સિંધી આ ભુવાનું નામ છે અને લોકોને બાધા પણ આપતો હતો, તો બાધા પતી જાય અને બાધા પૂરી કરવા આવજો તેમ કહી ધતિંગ કરતો હતો. આ ભૂવો લોકોના દુખ દૂર કરવાના બહાને અંધશ્રધ્ધા ફેલાવવાનું કામ કરતો હતો. ફિરોઝ સિંધીએ મઢની પણ સ્થાપના કરી હતી, તો ભુવાએ એક પરિવારને દીકરી આપીશ અને દીકરો આપીશ તેવી વાતની બાધા રખાવી હતી તે બાધા પણ ફળી નથી અને પરિવારમાં ગુસ્સો જોવા મળ્યો હતો, વિજ્ઞાન જાથા એક સંસ્થા છે અને તે ખોટા ભૂવાને બહાર લાવવાનું કામ કરે છે. ફિરોઝ સંધિએ ‘હું માતાજીમાં માનું છું, પાઠ કરું છું અને લોકો શ્રદ્ધાથી આવે છે, હું કોઈને ના પાડીશ નહીં’ તેમ કહીને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.