વાંકાનેરમાં દુઃખ દર્દ મટાડવા દોરા ઘાગા કરતા વિધર્મી મહિલાનો પર્દાફાશ થયો છે. આ મહિલાએ મેલડી માતા અને ખોડીયારમાંનું મંદિર ઘરમાં બનાવ્યું હતું. અને છેલ્લા ૧૦ વર્ષથી ઘરમાં દાણા આપી દુઃખ દર્દ મટાડતા હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ રોગો પણ દવા વગર મટાડી આપવવાનો મહિલા દાવો કરતી હતી. ત્યારે હનીફાબેન શબીરભાઈ પઠાણના ઘરે જઈ વિજ્ઞાન જાથા અને પોલીસની ટીમે કાર્યવાહી કરી મહિલા પાસે માફી મંગાવી છે.
વાંકાનેરમાં શક્તિપરા વિસ્તારમાં માતાજીના નામે ચાલતા ધતિંગનો વિજ્ઞાનજાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. હનીફાબેન નામના માતાજીની કહેવાતી ભુઈમાં એ થાનગઢના પરિવારના વ્યક્તિને દવા બંધ કરાવી દેતા મોત થયું હતું. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા ધતિંગનો પર્દાફાશ કરાયો છે. હનીફાબેન દાણા પીવડાવવા, ઉતાર કરવો ત્રાટક વિધ્યા સહિતના ધતિંગ કરતી હતી. ત્યારે તપાસમાં બે હજારથી લઈને વીસ હજાર સુધીના રૂપિયા ખંખેરતા હોવાનો ખુલાસો થયો છે. મહિલા સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્નસંબંધી સમસ્યાઓના નિકાલનો દાવો કરતી હતી. ત્યારે ભૂઇ હનીફાએ લોકોની માફી માંગી ધતિંગ બંધ કરવા જાહેરાત કરી છે. તેમજ વાંકાનેર પોલીસ દ્વારા મહિલા વિરુદ્ધ અટકાયતી પગલા લઇ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.









