Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી, ટંકારા,પડધરી તાલુકાના રોડ રસ્તા અને સિંચાઈ યોજનાથી તળાવો ભરવાના કામોને મંજૂરીની...

મોરબી, ટંકારા,પડધરી તાલુકાના રોડ રસ્તા અને સિંચાઈ યોજનાથી તળાવો ભરવાના કામોને મંજૂરીની મહોર

સાંસદ મોહનભાઇ અને ધારાસભ્ય દુલર્ભજીભાઈની સફળ રજૂઆતથી રૂ.૪૮.૩૧ કરોડના વિકાસના કામોને મંજૂરી

- Advertisement -
- Advertisement -

રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ૬૬ ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆતોના આધારે ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારમાં મોરબી તાલુકા, ટંકારા તાલુકા તથા પડધરી તાલુકાના રોડ રસ્તાના ૧૭.૨૫કરોડના કામો તથા ટંકારા તાલુકાની ડેમી સિંચાઇ યોજના અંતર્ગત નેસડા(ખા), ઘુનડા(ખા), મહેન્દ્રપુર તથા નાના રામપર ગામના સૌની યોજના આધારિત ડેમી-૨ માંથી તળાવો ભરવા માટે અંદાજિત રકમ રૂપિયા ૩૧.૦૬ કરોડના વિકાસના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!