મોરબીના નઝર બાગ રેલવે સ્ટેશન નજીકથી બે દિવસ પહેલા મળેલ અંદાજિત બે થી ચાર વર્ષના બાળકનાં મૃતદેહના ઓળખ માટે તેના વાલી વારસની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જેમાં મોરબી અને વાંકાનેર રેલવે સ્ટેશન પાસેના સીસીટીવી ફૂટેજ મેળવવા તેમજ આ સ્ટેશનમાં જો બાળકની ગતિવિધિ જોવા મળી હોય તો તે બાબતની તપાસ હાથ ધરી છે. ત્યારે હવે પોલીસ દ્વારા બાળકના કપડાંની તસવીરો જાહેર કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સામાકાંઠે નજરબાગ રેલવે સ્ટેશન પર મોરબી-વાંકાનેર રેલવે લાઈન પરથી એક અજાણ્યા બાળકનો કમ્મરથી નીચેનો બે પગનો ભાગ તથા શરીરના બીજા અંગો મળી આવતા મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ ટીમ દોડી ગઈ અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ બાળકનો જો કોઈ વાલીવારસ મળી આવે તો મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે. એલ. ઝાલાના મોબાઈલ નંબર : ૯૮૨૪૯૦૧૭૬૧ તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં મોબાઈલ નંબર ૬૩૫૭૨૪૦૭૧૮ પાર સંપર્ક કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનદ્વારા બાળકનું વર્ણન વર્ણવતા જણાવવામાં આવ્યું હતું કે, બાળકના કપડા સ્વેટર- લીલા, ક્રિમ,લાલ કાળા આડા પટ્ટા વાળુ ઉનનું છે તથા શર્ટ લીલા કલરનુ આખી બાંયનું સફેદ ડિઝાઇન વાળુ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ જેના ઉપર સફેદ,લાલ પીળા નાના મોટા અક્ષરોમાં અંગ્રેજી લખાણ લખેલ છે. જો કોઈ આ બાળકને ઓળખાતું હોય તો તાકીદે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.