Thursday, December 26, 2024
HomeGujaratMorbiકોમ્પ્યુટર દ્વારા મતદાન યંત્રો માટે સેકન્ડ રેંડમાઈઝેશન હાથ ધરાયું : ઉમેદવારોની યાદી...

કોમ્પ્યુટર દ્વારા મતદાન યંત્રો માટે સેકન્ડ રેંડમાઈઝેશન હાથ ધરાયું : ઉમેદવારોની યાદી બનાવવાની કામગીરી પૂર્ણ

૬૫- મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના સમય પત્રક પ્રમાણે ઉમેદવારી પત્રકો સ્વીકારવા,ચકાસવા અને અંતિમ ઉમેદવારોની યાદી બનાવવાની કામગીરી પૂરી થઈ ગઈ છે અને હાલમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવામાં માટેની જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી માટે જ્યારે ૩જી નવેમ્બરના રોજ મતદાન થવાનું છે તેના ભાગરૂપે આજે ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબઝર્વરશ્રી ડૉ. હરીઓમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જે.બી. પટેલ તેમજ અધિક કલેક્ટરશ્રી કેતન પી. જોષીના નિરીક્ષણ હેઠળ બીજા રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા મારફતે મતદાન મથકે ઉપયોગમાં લેવા માટે મતદાન યંત્રો અને વીવીપેટના ચયનની પ્રક્રિયા કોમ્યુટર આધારિત નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને ઉમેદવારો તથા તેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર રેન્‍ડમાઇઝેશન પદ્ધતિ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા દ્વારા મોરબી બેઠકના ૪૧૨ પૈકી કયા મતદાન મથકે કયા નંબરના મતદાન યંત્રો અને વીવીપેટ મુકવામાં આવશે એની યાદી કોમ્પ્યુટર દ્વારા પારદર્શક રીતે પસંદ કરવામાં આવી છે.

હવે તૃતીય પ્રક્રિયાથી મતદાનના ૭૨ કલાક પહેલાં પ્રત્યેક ટુકડીને એમની ફરજનું મતદાન મથક માનવ દખલ રહિત કોમ્યુટર પ્રક્રિયાથી ફાળવવામાં આવશે એટલે કંઇ ટુકડી કયા મતદાન મથકે જશે એ નિર્ધારિત કરવામાં આવશે તેમ વધુમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!