Sunday, February 23, 2025
HomeGujaratટંકારા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ મહિલા સ્વરક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો

ટંકારા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ મહિલા સ્વરક્ષણ સમાપન કાર્યક્રમ યોજાયો

ટંકારા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ મહિલા સ્વરક્ષણ સમાપન કાર્યક્રમ ટંકારાની ઓરપેટ કન્યા વિધ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૫ દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક અને કરાટેની તાલીમ આપવામાં આવી જેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..

- Advertisement -
- Advertisement -

     

પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાની સૂચના આપી હતી કે મહીલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવો અટકાવવા સુચના કરી હતી. જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા મહીલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન ટંકારા ઓરપેટ કન્યા વિધ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવેલ જેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

     

કાર્યક્રમમાં ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેશરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ, ટંકારા વિસ્તારના આગેવાન જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ માંડવીયા, કીરીટભાઇ અંદરપા, જીતેન્દ્રભાઇ ગોસરા, સદસ્ય સલીમ અબ્રાણી, બાલાશ્રમના પ્રભુભાઇ કડીવાર, ઓરપેટ કન્યા વિધ્યાલયના ગોપાલભાઈ રતનપરા, ઉધ્યોગપતી અશ્ર્વિનભાઇ ભટાસણા, રાજુભાઇ સવસાણી, બળવંતભાઇ દેત્રોજા, આગેવાન રસીકભાઇ દુબરીયા, સામાજીક અગ્રણીઓ તેમજ રીટાયર્ડ આર્મીમેન, ટંકારા વિસ્તારની પ્રતિષ્ઠીત સ્કુલના પ્રિન્સીપાલ, પોલીસ મિત્રો અને ટંકારા શહેરના ભાઇઓ અને બહેનો તેમજ ગાયત્રી શાળા અને ઓરપેટ કન્યા વિધ્યાલયની બાળાઓ ઉપસ્થિત રહી હતી. જે કાર્યક્રમમાં ઓરપેટ કન્યા વિધ્યાલયની દિકરીઓ દ્વારા કરાટે, ટેકનીકના વિવિધ ડેમો રજૂ કરવામાં આવ્યા હતાં. તે ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટાનો ઉપયોગ કેમ કરવો તે લાઇવ ડેમો આપી સમજાવવામાં આવ્યું હતું. તેમજ બાલ્યાવસ્થામાં માં-બાપ પરીવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માંગણી મુજબ શાળા બેગ, અને કીટ હાજર મહાનુભાવોના હસ્તે અર્પણ કરી ટંકારા પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરવામા આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાથીઓને મોડલ પોલીસ તરીકે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનની કામગીરીથી માહીતીગાર કરાયા તેમજ પોલીસ હેડકવાર્ટર દ્વારા આનીક પોલીસ હથીયારના પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહીતી અપાઈ, સી ટીમની કામગીરી વિશે મહીલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.લગધીરકા દ્વારા ટ્રાફીકના નિયમો અને નવા કાયદાઓ વિશે ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ઘેલા દ્વારા માહીતી આપવામાં આવી હતી. સાઇબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે સાયબર ટીમ દ્વારા માહીતી આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં પ્રથમ વખત એન.સી.સી. ની બાળાઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. જેનો હાજર તમામ લોકોએ તાળીઓથી ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!