મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયતો મોરબી, ટંકારા, માળીયા, હળવદ અને વાંકાનેરમાં સવારે 7થી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.44 % મતદાન નોંધાયું છે. તમામ તાલુકા પંચાયતની 101 બેઠકમાં 2,79,275 પુરુષ અને 2,58,231 મહિલા મળી કુલ 5,37,506 મતદારો નોંધાયા છે. જેમાંથી 91,248 પુરુષ અને 50,853 મહિલા મળી કુલ 1,42,101 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
મોરબી
મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો ઉપર કુલ 1,85,431 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 30,957 પુરુષ અને 16,679 મહિલા મળી કુલ 47,637 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. પ્રથમ ચાર કલાકમાં અહીં 25.69 % મતદાન નોંધાયું છે.
માળિયા
માળિયા તાલુકા પંચાયતની 16 બેઠકોમાં કુલ 50,525 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 8566 પુરુષ અને 4607 મહિલાઓ મળી કુલ 13173 મતદારોએ મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ચાર કલાકમાં અહીં 26.07 % મતદાન નોંધાયું છે.
ટંકારા
ટંકારા તાલુકા પંચાયતની 15 બેઠકો ઉપર કુલ 63,997 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 10,771 પુરુષ અને 6213 મહિલાઓ મળી કુલ 16,984 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ ચાર કલાકમાં 26.54 % મતદાન નોંધાયું છે.
વાંકાનેર
વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપર 1,34,529 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 23,691 પુરુષ, 14,969 મહિલાઓ મળી કુલ 38,660 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અહીં પ્રથમ ચાર કલાકમાં 28.74 % મતદાન નોંધાયું છે.
હળવદ
હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકોમાં કુલ 1,03,024 મતદારો છે. સવારે 11 વાગ્યા સુધીમાં 17,263 પુરુષ અને 8385 મહિલાઓ મળી 25,648 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અહીં પ્રથમ ચાર કલાકમાં 24.90 % મતદાન નોંધાયું છે.