હળવદ: સરા રોડ ઉપર સદભાવના સ્કૂલ સામે કાચા રસ્તે એકટીવા લઈને ઉભેલ બુટલેગર પોલીસને દૂરથી આવતા જોઈ, એકટીવા મૂકીને બાવળની કાંટમાં નાસી ભાગી ગયો હતો, ત્યારે પોલીસે એકટીવાની તલાસી લેતા, પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની ૧૦ બોટલ અને બિયરના ૨૦ ટીન મળી આવ્યા હતા. ત્યારે પોલીસે એકટીવા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈને આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન, સરા રોડ ઉપર સદભાવના સ્કૂલ સામે કાચા રસ્તે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ આરોપી યશ ઉર્ફે રાજ સોનારા નંબર પ્લેટ વગરનું એકટીવા લઈને ઉભો હોય જેથી, પોલીસને શંકા જતા તેની નજીક જતા, યશ ઉર્ફે રાજ એકટીવા રેઢું મૂકીને બાજુમાં આવેલ બાવળની કાંટમાંથી નાસી ગયો હતો, જેથી પોલીસે એકટીવામાં રાખેલ પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા, તેમાથી ઈંગ્લીશ દારૂ ઓલ સિઝન ગોલ્ડનની ૧૦ બોટલ તેમજ ટુબર્ગ સ્ટ્રોંગ બિયરના ૨૦ ટીન જેની કુલ કિ.રૂ.૧૮,૪૦૦/-મળી આવેલ, જેથી પોલીસે આરોપી યશ ઉર્ફે રાજ નાથાભાઇ કરમણભાઈ સોનારા રહે.હળવદ સરા રોડ રઘુનંદન સોસાયટી મૂળ રહે. મયુરનગર ગામ તા.હળવદ વાળાને આ કેસમાં ફરાર જાહેર કરીને એકટીવા તથા દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ.૪૮,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.