સીમાવર્તી ગામોમાં ધ્વજવંદન, ત્રિરંગા યાત્રા અને પ્રભાત ફેરી સાથે રાષ્ટ્રપ્રેમના કાર્યક્રમો યોજાશે.
સીમાજન કલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ દ્વારા ત્રણ દિવસીય ‘સરહદ કો પ્રણામ’ કાર્યક્રમનું આયોજન મોરબી જીલ્લામાં તા.૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોલેજીયન યુવાનો અને રાષ્ટ્રપ્રેમી જનતા સીમાવર્તી ગામોમાં ધ્વજવંદન, ત્રિરંગા યાત્રા અને ભારતમાતા પૂજન જેવા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતા કાર્યક્રમો યોજશે.
સીમાજન કલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ દ્વારા “સરહદ કો પ્રણામ” કાર્યક્રમના ભાગરૂપે મોરબી જીલ્લામાં ૨૪ થી ૨૬ જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓના કોલેજીયન યુવાનો દેશપ્રેમ અને સીમા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો વિશેષ પ્રયત્ન કરશે, જેમાં તા. ૨૪ જાન્યુઆરીએ સાંજે કોલેજીયન યુવાનો મોરબી પહોંચશે અને રાત્રી નિવાસ કરશે. ત્યારબાદ તા. ૨૫ જાન્યુઆરીના રોજ યુવાનો સીમાવર્તી ગામોની મુલાકાત લઈ ત્યાંના લોકો સાથે ચર્ચા કરશે, સરહદની મહત્વતાને ઉજાગર કરશે, અને લોકોને માહિતી અને માર્ગદર્શન આપશે.તા.૨૬ જાન્યુઆરીએ સીમાવર્તી ગામોમાં ધ્વજવંદન, ભારતમાતા પૂજન, ત્રિરંગા યાત્રા અને પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવશે, જે રાષ્ટ્રપ્રેમના ભાવોને મજબૂત બનાવશે. ત્યારે મોરબી જીલ્લાના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને “સરહદ કો પ્રણામ”ના ભવ્ય કાર્યક્રમમાં જોડાવા માટે મોરબી સીમા જાગરણ મંચ દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.