મોરબીમાં વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું હોવાની રાવ ઉઠતા જ પોલીસ તંત્ર દ્વારા એક રેઈડ કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા બે સ્થળોએ રેઈડ કરી ત્રણ ઈસમોને વિદેશી દારુના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. જયારે એક ઈસમ ફરાર થઇ જતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પથમ દરોડામાં, મોરબી તાલુકા પોલીસની ટિમ દ્વારા બાતમીનાં આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં દેવ ડેકોરેટશનની સામે રોડ ઉપર રેઈડ કરી ગોપાલભાઇ વિનુભાઇ સિતાપરા (રહે-લાલપર નવદિપ સ્કુલની બાજુમાં તા.જી.મોરબી મુળ રહે-લીંબાળા તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સને ભારતીય બનાવટની રોયલ ચેલેન્જર ફાઇન રીર્ઝવ વ્હીસ્કીની કાચની કંપની શીલપેક ૦૪ બોટલોના રૂ.૨૦૮૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા દરોડામાં, ટંકારા પોલીસની ટીમ દ્વારા મુનનાવાસ ખાતે આવેલ એક રહેણાક મકાને રેઈડ કરવામાં આવી હતી અને સ્થળ પરથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૦૪ બોટલોનો રૂ.૧૬૦૦/- તથા પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની ૦૩ બોટલોનો રૂ.૯૦૦ મળી કુલ ૦૭ બોટલનો રૂ.૨૫૦૦/નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે મુદ્દામાલ વસીમભાઇ અજીતભાઇ સાંજી (રહે-ટંકારા) નામના શખ્સે વેચાણ કરવાના આશયથી સમીરભાઇ અજીતભાઇ સાંજી તથા રૂકશાનાબેન અજીતભાઇ સાંજી (રહે. ટંકારા મુમનાવાસ તા.ટંકારા જી.મોરબી)ને આપ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ પરથી સમીરભાઇ અજીતભાઇ સાંજી તથા રૂકશાનાબેન અજીતભાઇ સાંજીની અટકાયત કરી ફરાર વસીમભાઇ અજીતભાઇ સાંજીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.