આજ રોજ સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં પ્રમુખ કિશોરભાઈ શુક્લ અને મહામંત્રી કેયુરભાઈ પંડ્યા દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં મહામંત્રી તરીકે અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ પંડ્યા, વિપુલભાઈ શુક્લ, નરેન્દ્રભાઇ મહેતા, સુરેશભાઈ ત્રિવેદી, કિરણબેન ઠાકર, સહમંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને મિલેશભાઈ જોષી, સંગઠનમંત્રી તરીકે કુશભાઈ અંતાણી, સહ સંગઠનમંત્રી તરીકે જયદિપભાઈ ઠાકર, મહિલા સંગઠનમંત્રી તરીકે હેતલબેન વ્યાસ, ખજાનચી તરીકે મનોજભાઈ વ્યાસ, સહ ખજાનચી તરીકે સુભાષભાઈ પંડ્યાની વરણી કરવામાં આવી છે. જ્યારે પ્રચાર-પ્રસાર સમીતીમાં સંયોજક તરીકે ગૌરવભાઈ રવિયા, હર્ષભાઈ વ્યાસ, વિશ્વાસભાઈ જોષી, વિવેકભાઈ પંડ્યા અને ધવલભાઈ ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે.