Monday, January 20, 2025
HomeGujaratસૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશનની નવરચનામાં મોરબીના ત્રણ હોદેદારોની વરણી

સૌરાષ્ટ્ર એકેડેમીક એસોસિએશન જે સમગ્ર સૌરાષ્ટ્રના કોચીંગ ક્લાસના સંચાલકોનું સંગઠન છે તેની તાજેતરમાં એક મીટીંગ દર્શન કોલેજ રાજકોટ ખાતે યોજાયેલી હતી. આ મીટીંગમાં સૌરાષ્ટ્રના નવા સંગઠનની રચનામાં મોરબીના રવીન્દ્રભાઈ ત્રિવેદીની સમગ્ર સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી તરીકે, જશવંતભાઈ મીરાણીની વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને અલ્પેશભાઈ ગાંધીની એડવાઈઝરી કમીટીમાં સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ પ્રસંગે ઉપસ્થિત રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ મહાપાલિકાના મેયર પ્રદિપભાઈ ડવ તથા ડેપ્યુટી મેયર દર્શિતાબેને નવા હોદેદારોની વરણીને આવકારી અભિનંદન તથા શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 13 સ્થાન પરથી 250 થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!