Saturday, December 28, 2024
HomeGujaratટંકારા આર્ય વિધાલયમ્ ખાતે આત્મ મંથન કસોટી યોજાઈ, શાળાએ વાલીના સુઝાવો લીધા

ટંકારા આર્ય વિધાલયમ્ ખાતે આત્મ મંથન કસોટી યોજાઈ, શાળાએ વાલીના સુઝાવો લીધા

ટંકારા આર્ય વિધાલયમ્ ખાતે વાલીઓના અભિપ્રાય લઈ પોતાનું બાળક વૈચારિક રીતે સક્ષમ બને તે માટે શૈક્ષણિક સંસ્થા ખાતે આત્મ મંથન કસોટી યોજવામાં હતી. જેમાં અલગ અલગ 53 સવાલોમાં શિક્ષણ થકી સમાજ ભાવના, પ્રકૃતિ પ્રેમ, આજીવિકાનો આયામ, સંસ્કાર સિંચન, શારીરિક સ્વાસ્થ્ય, ઉપરાંત દેશનો સારો નાગરિક બનવામાં શાળાના કાર્યની સમીક્ષા અને સુઝાવો દ્રારા ધટતુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ટંકારા શહેરના ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા આર્ય વિદ્યાલયમ્ ખાતે શાળા દ્રારા શ્રેષ્ઠ બાળક બનાવવાના શુભ ઉદ્દેશ્યથી વાલીઓ સાથે આર્ય વિધાલયમ્ ખાતે આત્મ મંથન કસોટી યોજવામાં આવી હતી. જેમાં શાળાની કાર્યપદ્ધતિ અંગે અભિપ્રાય ઉપરાંત પોતાનું બાળક વૈચારિક રીતે સક્ષમ બનીને આવતા દિવસે પરીવાર, સમાજ અને દેશનું નેતૃત્વ કરવા વાળી પેઢીનું નિર્માણ થાય તેમાં સંસ્થાની સાથે વાલીની પણ એટલી જ ભૂમિકા બને છે. તેથી વાલીઓમાં અભિપ્રાય લઈ આત્મ મંથન કસોટી યોજી પહેલ કરી હતી. આર્ય વિધાલયમ્ નું આત્મ મંથનના અનોખા વિચાર સાથે શાળા પણ પોતાનું મુલ્યાંકન કરે એવા ઉમદા આશયથી આજ રોજ 29 સપ્ટેમ્બરને રવિવારના રોજ શાળામાં અભ્યાસ કરતા બાળ છાત્રોના વાલીઓને મુલ્યાંકન કસોટી આપવાનું આયોજન કર્યું હતું. જેમાં અલગ અલગ 53 સવાલોમાં શિક્ષણ થકી સમાજ ભાવના, પ્રકૃતિ પ્રેમ, આજીવિકાનો આયામ, સંસ્કાર સિંચન, શારીરિક સ્વાસ્થ્ય, ઉપરાંત દેશનો સારો નાગરિક બનવામાં શાળાના કાર્યની સમીક્ષા અને સુઝાવો દ્રારા ધટતુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સંકુલના સ્વપ્ન દ્રષ્ટા માવજીભાઈ દલસાણીયા, સંચાલક અમિતભાઈ કોરિંગા, દેવ કુમાર પડસુંબિયા, ચેતનાબેન કોરિંગા, રીતેશભાઈ પડસુંબિયા તેમજ શાળાના શિક્ષકો રજાના દિવસે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. શાળાની આત્મનિરક્ષણ કસોટીમાં 500 વાલીઓ ઉત્સાહ ભેર ભાગ લઈ કસોટી લખીને ખાનગી શિક્ષણ જગતમાં નવો ચિલો ચિતર્યો છે. આર્ય વિધાલયમ્ હર હંમેશા સેવાકાર્ય હોય કે સારા વિચારોના વાવેતરનું કાર્ય હોય તેમાં ઉમદા નેતૃત્વ પૂરું પાડી રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!