Sunday, January 12, 2025
HomeGujaratઆત્મવિલોપન હાલમાં મોકૂફ : માળીયા વનાળીયા ગામમાં પાણી પ્રશ્ને તંત્રના સકારાત્મક વલણ...

આત્મવિલોપન હાલમાં મોકૂફ : માળીયા વનાળીયા ગામમાં પાણી પ્રશ્ને તંત્રના સકારાત્મક વલણ બાદ ગ્રામજનો દ્વારા નિર્ણય લેવાયો

માળિયા વનાળિયા ગામે પાણી ન આવતું હોય આ મામલે અનેક રજુઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું જણાવીને સરપંચ, ઉપસરપંચ અને સભ્યોએ કલેકટર કચેરી ખાતે ૨૬મીએ સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જે મામલે હવે આત્મવિલોપન મોકૂફ રાખવામાં આવ્યો છે. માળીયા વનાળીયા ગામમાં પાણી પ્રશ્નનું સુખદ સમાધાન થતાં સરપંચ, ઉપસરપંચ અને સભ્યો હવે સામુહિક આત્મવિલોપન નહિ કરે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, માળીયા વનાળીયા ગામનાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક ગ્રામજનો, આગેવાનો તેમજ જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. માળીયા વનાળીયા ગ્રામપંચાયતને બે વર્ષ પૂર્વે ત્રાજપર ગ્રામપંચાયતમાંથી અલગ પાડીને આ ગામને સ્વતંત્ર ગ્રામપંચાયતનું અસ્તિત્વ આપવામાં આવ્યું હતું. માળિયા વનાળિયા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે ત્યારથી જ પીવાના પાણીની કાયમી ભયંકર તંગી અનુભવાઇ રહી છે. કોઇ પણ સિઝન હોય, પાણીનું સુખ અહીંની પ્રજાએ જોયું જ નથી. જ્યારથી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ જ સ્થિતિ છે. જેના કારણે અંદાજે 6000 ની વસ્તી ધરાવતા આ ગામમાં ગ્રામજનો પાણી માટે તરસી રહ્યા છે. આ ગામમાં કોઈ સ્ટોરેજ વ્યવસ્થા પણ નથી. જે3 અંગેની માંગણી સરકાર સમક્ષ કરવામાં આવતા તેમના દ્વારા સર્વે કરી આ અંગે યોજવાના કરવા અંગે સ્ટોરેજ માટે જગ્યા આપવા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવા કાર્યવાહી સમજાવવામાં આવી હતી. હાલમાં વિન્ટેજ ફેકટરીની બાજુમાં થયેલ લિકેજને પા.પુ. બોર્ડનાં માર્ગદર્શનમાં ગ્રામપંચાયત દ્વારા કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરીને કામગિરી પૂર્ણ કરી રાબેતા મુજબ ગામને પાણીનું પાણી પૂરું પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બાબતે બેઠકમાં હાજર સમસ્ત આગેવાનો હાલ આ કામગીરીથી સંતુષ્ઠ હોવાનું જણાવ્યું હતું હતું. અને આત્મવિલોપન હાલમાં મોકૂફ રાખવાનું જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!