રાજ્યના મોરબી જિલ્લામાં આવેલાં વાંકાનેરના સ્ટેટ એટલે કે, ત્યાંના મહારાજા તેમજ કેન્દ્ર સરકારમાં પર્યાવરણ મંત્રી રહી ચૂકેલાં દિગ્વિજયસિંહ પ્રતાપસિંહજી ઝાલાનાં સ્મરણાર્થે પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાઓ દ્વારા અને કેસરીદેવસિંહજી દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૮૬ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે.
વર્ષ 2023 દરમિયાન સ્વ.દિગ્વિજયસિંહજી બાપુની યાદીમાં કુલ 16,000 વૃક્ષો પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાઓ અને રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી દ્વારા વાવવામાં આવ્યા છે. જયારે ગત બે વર્ષથી ઉપાડેલ આ ઝુંબેશમાં બે વર્ષ દરમિયાન 70 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે મળી સ્વ. દિગ્વિજયસિંહજી બાપુની યાદીમાં ગત ત્રણ વર્ષ દરમિયાન કુલ ૮૬ હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ તકે કેસરીદેવસિંહજી દ્વારા પર્યાવરણ પ્રેમી કાર્યકર્તાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.