હાલના સમયમાં સોશિયલ મીડિયામાં પેજ બનાવીને પોતાની જાતને પત્રકાર કહી અને પોતાના જ બનાવેલ આઇકાર્ડ બનાવીને ફરતા સ્વઘોષીત પત્રકારો નો રાફડો ફાટ્યો છે અને આ પ્રકારના સ્વઘોષિત પત્રકારો દ્વારા ગેરકાયદેસર કૃત્યો આચરવાના બનાવો પણ વારંવાર સામે આવતા હોય છે ત્યારે આવો જ ગંભીર બનાવ વાંકાનેરમાં પણ સામે આવ્યો છે.
વાંકાનેરમાં રહેતા અને પોતાની જાતને પત્રકાર ગણાવીને રોફ જમાવવા શાહરૂખ ઉર્ફે ગુડો અહેમદભાઈ ચૌહાણ (ઉ.૨૮) નામના ઈસમે વાંકાનેર પંથકની પરિણીત મહિલાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ આરોપી શાહરૂખ દ્વારા વારંવાર મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એક વખત જ્યારે પરિણીત મહિલાને પુત્રએ આ શાહરુખને રંગે હાથ ઝડપી પાડયો ત્યારે મહિલાએ તેના પુત્રને કહ્યું હતું કે શાહરૂખ મારી સાથે લગ્ન કરવાનો છે પરંતુ આરોપી શાહરૂખ દ્વારા તે જ સમયે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે શરીર સબંધ બાંધવા માટે જ તેને લગ્ન ની લાલચ આપી હતી જે બાદ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને વાંકાનેર સિટી પોલીસે તટસ્થ તપાસ સ્વઘોષિત પત્રકાર એવા આરોપી શાહરૂખ ચૌહાણ વિરૂદ્ધ BNS કલમ ૬૯ મુજબ ગુનો નોંધી આરોપી શાહરૂખ ચૌહાણ ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં વાંકાનેર સિટી પીઆઈ એચ.વી.ઘેલા,પીએસઆઈ ડી.વી.કાનાણી અને વાંકાનેર સિટી પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.