હરિયાણાના સિરસામાં ભારતમાલા રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાત પોલીસના 3 કર્મચારીના મોત થયા છે. પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર કનુભાઈ ભરવાડનું મોત થયું છે. જ્યારે રામોલ પોલીસ મથકના PSI જે પી સોલંકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે….
મળતી માહિતી અનુસાર, હરિયાણાના સિરસામાં ભારતમાલા રોડ પર તા. બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યે એક મોટા અકસ્માતની ઘટના બની હતી. જેમાં ગુજરાત પોલીસનું વાહન એક અજાણ્યા વાહન સાથે અથડાયું હતું. જે દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે એક પોલીસ મેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં રામોલ પોલીસ સ્ટેશનના PSI સોલંકી અને 3 જવાનો પોક્સો કેસની તપાસ માટે લુધિયાણા જઈ રહ્યા હતા. તેઓની સરકારી બોલેરોનો અકસ્માત થતા પોલીસ કોન્સ્ટેબલ સુનિલ ગામીત, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઇવર કનુભાઈ ભરવાડનું અકસ્માતમાં મોત થયું છે. જ્યારે PSI જે.પી.સોલંકી ઈજાગ્રસ્ત છે.