ટંકારા તાલુકાના હમીરપર ગામની વાડીમાં જેટકો કંપનીની હેવી લાઇવ તૂટી પડી હતી. જે હેવી લાઈન ચારેક ખેડૂતોની વાડીમાં પડી હતી. જો કે ખેતરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાની ટળી હતી. ત્યારે ખેડૂત સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે સારું છે કોઈ હાજર ન હતું જો હેવી લાઈન કોઈની માથે પડી હોત તો ? તેથી તંત્ર દ્વારા જેટકો સામે કાયદેસરની કાર્યવાહિ કરવી જોઈએ તેવી માંગ કરી હતી.
ટંકારા તાલુકાના હમીરપર ગામની વાડી માંથી નીકળતી જેટકો કંપનીની હેવી લાઈનનો વાયર ગઈ કાલે સાંજે એકાએક તૂટી ગયો હતો. જે વાયર પ્રાગજીભાઈ ભોરણીયા તથા અન્ય ૪ જેટલા ખેડૂતની વાડીમાં તૂટીને પડ્યો હતો. જો કે સદનસીબે વાડીમાં ખેડૂત કે અન્ય કોઈ મજૂર હાજર નહિ હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે આ તકે ખેડૂતે જણાવ્યું હતું કે હેવી ચાલુ લાઈન ખેડૂત કે મજૂર માથે પડી હોત તો જવાબદારી કોની ? આ પહેલા થોડા દિવસ પહેલા પણ હમીરપર પ્રાથમિક સ્કૂલ પાસે કંપનીની નાની લાઈન નીકળી ગઈ હતી જ્યાં કલાકો સુધી કડાકા ભડાકા થયા હતા. ત્યારે જેટકો કંપની ઉપર તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહિ કરી પગલા ભરવા જોઈએ તેવી માંગ ખેડૂતોએ કરી હતી.