Saturday, July 27, 2024
HomeGujaratમોરબીમાં વૃદ્ધાશ્રમ તેમજ વિકાસ વિદ્યાલયમાં ઇન્ડિયન લોયોનેસ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ

મોરબીમાં વૃદ્ધાશ્રમ તેમજ વિકાસ વિદ્યાલયમાં ઇન્ડિયન લોયોનેસ ક્લબની સેવાકીય પ્રવૃત્તિ

મોરબી ઇન્ડિયન લોયોનેસ ક્લબ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવતી હોય છે. ત્યારે તેમનાં દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિમાં વધારો થયો છે. જેમાં ગત 15/4/2033 ના રોજ શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમ તેમજ વિકાસ વિદ્યાલયની દીકરીઓ માટે મોરબી ઇન્ડિયન લોયોનેસ ક્લબ દ્વારા “અન્ન દાન એ મહાદાન” કૃતિને યથાર્થ કરાતો જમણવાર યોજવામાં આવ્યો હતો. તેમજ વૃધ્ધોની પસંદ અનુસાર લાઈવ ઢોસાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં ઢોસાની સાથે વૃધ્ધોની જરૂરિયાત અનુસરી ઉનાળાની કાળ જાળ ગરમીમાં તેઓ પેહરી શકે તેવા ઝભ્ભા તેમજ બહેનો માટે રેડીમેડ બ્લાઉઝ અને દિકરીઓને ઠંડા પાણીની બોટલ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પ્રેસિડેન્ટ નયનાબેન બારા અને એમની ટીમને વડીલોએ ખુબ ખૂબ આશીર્વાદ આપ્યા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!