કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે ટંકારા તાલુકાના લજાઈ ચોકડી ખાતે આજથી સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
છેલ્લા 37 વર્ષથી કાર્યરત લજાઈ ગામ સમસ્ત માં આશાપુરાના નવલા નોરતા દરમિયાન લાખો ભાવિકો પદયાત્રા કરી કચ્છમાં જતા હોય છે. ત્યારે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે પદયાત્રી સેવા કેમ્પ આજે 8 સપ્ટેમ્બરને સોમવારે લજાઈ ગામ સમસ્ત દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને તમામ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં રાત્રી રોકાણ, સવારે નાસ્તો, બપોરે ભોજન, રાત્રે વારૂ ચા-પાણી, નારિયેળ પાણી, સુકો નાસ્તો, થેપલા, દહી, મોહનથાળ, મેડિકલ સેવા, મસાજ મશિન સાથે તમામ સુવિધા કેમ્પમાં ઉપલબ્ધ છે. ત્યારે વધુ માહિતી માટે મો.નં. 9825380343 અથવા 9726920521 પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવાયું છે.