Sunday, March 1, 2026
HomeGujaratમોરબીમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હોળી નિમિત્તે સેવાકીય કાર્યક્રમ

મોરબીમાં કરુણા ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે હોળી નિમિત્તે સેવાકીય કાર્યક્રમ

એ.આર.ટી. સેન્ટર ખાતે પીએલએચઆઈવી ગંગાસ્વરૂપ બહેનો અને બાળકોને મીઠાઈ-રાશનનું વિતરણ.

- Advertisement -
- Advertisement -

મોરબી સિવિલ હોસ્પિટલમાં તા.૨૭/૦૨ના રોજ કરુણા ફાઉન્ડેશન દ્વારા હોળી નિમિત્તે માનવતાપૂર્ણ સેવા કાર્ય યોજાયું હતું. એ.આર.ટી. સેન્ટર ખાતે પીએલએચઆઈવી ગંગા સ્વરૂપ બહેનો, સગર્ભા મહિલાઓ અને બાળકોને મીઠાઈ, ખાદ્યસામગ્રી તથા કલર-પીચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તા.૨૭ ફેબ્રુઆરીના રોજ મોરબી સિવિલ હોસલીટલ ખાતે સી.ડી.એમ.ઓ. પ્રદીપભાઈ કે. દુઘરેજીયાની ઉપસ્થિતિમાં તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના મોરબી જીલ્લા પ્રમુખ ચાંદનીબેન મણીયારના માર્ગદર્શન હેઠળ કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી/એઇડ્સ દ્વારા હોળી ઉત્સવ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે પીએલએચઆઈવી ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા બહેનો અને બાળકોને ધાણી, ખજૂર, ફરસાણ, મીઠાઈ તેમજ હોળીના રંગ અને પીચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. સારવાર, નિયમિત દવાઓ અને આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંસ્થાએ જાહેરાત કરી કે હવે મોરબી જીલ્લામાં દર મહિને એચ.આઈ.વી. પીડિત પરિવારોને રાશન કિટ આપવાનું આયોજન હાથ ધરવામાં આવશે. મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગ પરિવાર અને સ્થાનિક દાતાઓના સહકારથી આ સેવા કાર્ય સફળ બન્યું હતું. કાર્યક્રમમાં રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઈ નિમાવત, આશાબેન વિશોડીયા, ભાવનાબેન ચાવડા, હીનાબેન બારોટ અને ઉષાબેન બોડા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!