Tuesday, June 17, 2025
HomeGujaratમોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાઉ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી...

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ચોરાઉ મોટર સાઇકલ સાથે એક ઇસમને ઝડપી પાડયો

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટર સાયકલ સાથે આલાપ રોડ પર આંટા ફેરા કરે છે. જે બાતમીના આધારે આલાપ રોડ સાયન્ટીફીક નાલા પાસેથી હનીફભાઇ કાસમભાઈ સંધવાણી નામના આરોપીને હિરો હોન્ડા કિંમત રૂ. ૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી (IPS) ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઇન્સ્પેકટર આર.એસ.પટેલે મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેષભાઇ ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ રવીભાઇ ચૌધરીને ખાનગી બાતમી મળી કે એક ઇસમ શંકાસ્પદ હાલતમા મોટર સાયકલ સાથે આલાપ રોડ પર આંટા ફેરા કરે છે. જે બાતમીના આધારે આલાપ રોડ સાયન્ટીફીક નાલા પાસેથી હનીફભાઇ કાસમભાઈ સંધવાણી નામનો આરોપી મળી આવતા તેની પાસે રહેલ મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા હિરો હોન્ડા મોરબી સીટી એ ડડિવિઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૦૫૯/૨૦૨૫ બી.એન.એસ કલમ.૩૦૩(૨) હેઠળ ચોરીનું હોવાનું સામે આવતા એક સ્પ્લેન્ડર કિંમત રૂ.૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી અગાઉ પાંચ ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

જેમાં આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર, જે.સી.ગોહીલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સવજીભાઇ દાફડા એ.એસ.આઇ, કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ, વિજયદાન ગઢવી એ.એસ.આઇ, હિતેષભાઇ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા પોલીસ કોન્સ્ટેબલ, જયદીપભાઇ ગઢવી પોલીસ કોન્સ્ટેબલ, અશ્વનસિંહ સુર પોલીસ કોન્સ્ટેબલ અને રવીભાઇ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કામગીરી કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!