Tuesday, March 10, 2026
HomeGujaratમોરબીના બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો

મોરબીના બગથળા ગામે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાયો

નકલંક મંદિર મહંત દામજી ભગતના હસ્તે કાર્યક્રમ શરૂ, વિવિધ અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા.

- Advertisement -
- Advertisement -

મોરબી: ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકાના બગથળા ગામે આજે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું. કાર્યક્રમમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિત ગામના આગેવાનો અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ૭ માર્ચથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકોને એક જ સ્થળે સરળતાથી મળે અને અરજદારોની રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ થાય તે છે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકાના બગથળા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નકલંક મંદિરના મહંત દામજી ભગતના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, સરપંચ હરેશભાઈ મેરજા, પૂર્વ સરપંચ હરેશભાઈ કાંજીયા, મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ પ્રફુલ્લાબેન મેરજા, રાજુભાઈ દલસાણીયા, વિશાલભાઈ સાદરીયા તેમજ તલાટી મંત્રી અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ તેમની અરજીઓ સ્વીકારી સ્થળ પર જ નિવારણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!