Friday, March 13, 2026
HomeGujaratમોરબીમાં “સેવા સેતુ (શહેરી)” કાર્યક્રમ: નાગરિકોને નજીકમાં જ મળશે સરકારી સેવાઓ

મોરબીમાં “સેવા સેતુ (શહેરી)” કાર્યક્રમ: નાગરિકોને નજીકમાં જ મળશે સરકારી સેવાઓ

મોરબી મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના જનકેન્દ્રિત શાસનના અભિગમને વધુ મજબૂત બનાવવા તથા નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ થાય તે માટે “સેવા સેતુ ૨.૦ (શહેરી)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી કચેરીઓમાં વારંવાર જવાનું ટાળીને તેમની નજીકમાં જ વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાનગરપાલિકા તેમજ અન્ય શાસકીય વિભાગો દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકો અહીં પોતાની અરજી, જરૂરી દસ્તાવેજો અને પ્રશ્નો સાથે આવી શકે છે અને તાત્કાલિક માર્ગદર્શન તથા જરૂરી કાર્યવાહી મેળવી શકશે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમા સેવા સેતુ કાર્યક્રમ તા. ૧૩/૩/૨૦૨૬ રોજ વોર્ડ ૨, ૩, ૪, ૫, ૬ અને ૧૩ માટે તાલુકા શાળા મણિમંદિર પાસે તથા વોર્ડ ૧, ૭, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨ માટે ૧૬/૩/૨૦૨૬ ના રોજ વજેપર વાડી પ્રાથમિક શાળા રામજી મંદિર પાસે મોમ્સ હોટલ પાછળ આયોજન કરવામાં આવ્યું છે.

આ સેવાસેતુ કાર્યક્રમના કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી, આવક-જાતિ-નિવાસ પ્રમાણપત્ર માટે અરજી, આરોગ્ય અને સામાજિક સુરક્ષા યોજનાઓ અંગે માર્ગદર્શન, મ્યુનિસિપલ સેવાઓ સંબંધિત અરજીઓ તેમજ નાગરિકોની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ જેવી સેવાઓ આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાએ નાગરિકોને જરૂરી દસ્તાવેજો સાથે હાજરી આપી આ કાર્યક્રમનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!